યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી 5 મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં બેવડી સદી ફટકારીને શાનદાર પ્રદર્શન કર્યું છે. શોએબ બશીરની 102મી ઓવરમાં, તેણે પહેલા સ્ક્વેર લેગ તરફ સિક્સર ફટકારી અને બીજા જ બોલ પર, તેણે તે જ દિશામાં ચાર રન ફટકારીને 200 રન પૂરા કર્યા. આ તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ બેવડી સદી છે. આ ખાસ પળને તેણે પોતાની સ્ટાઈલમાં સેલિબ્રેટ કરી હતી. બેવડી સદી ફટકાર્યા બાદ યશસ્વી હવામાં ઉછળતો જોવા મળ્યો હતો. તેની ખુશી જોવા જેવી હતી. બીસીસીઆઈએ તેના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર યશસ્વીના સેલિબ્રેશનનો વીડિયો શેર કર્યો છે. ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, યશસ્વી 290 બોલમાં 19 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગાની મદદથી 209 રન બનાવીને આઉટ થયો હતો. તેને ઈંગ્લેન્ડના સૌથી અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસનનો શિકાર બનાવ્યો હતો. ભારતનો પ્રથમ દાવ 397 રન પર સમેટાઈ ગયો હતો. આમાં યશસ્વીએ 50 ટકાથી વધુ રનનું યોગદાન આપ્યું હતું.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે પ્રથમ દાવમાં 396 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ સિવાય કોઈ પણ ભારતીય બેટ્સમેન 40 રનનો આંકડો પાર કરી શક્યો નહોતો. આ ડાબોડી ઓપનિંગ બેટ્સમેન એક છેડે મજબૂત હતો, પરંતુ બીજા છેડેથી તેને લાંબા સમય સુધી કોઈ બેટ્સમેનનો સાથ મળ્યો ન હતો. આ સમયગાળા દરમિયાન યશસ્વીએ શ્રેયસ અય્યર અને રજત પાટીદાર સાથે અડધી સદીની ભાગીદારી કરી હતી, પરંતુ તેમાં પણ સૌથી વધુ યોગદાન જયસ્વાલનું હતું.
ઈંગ્લેન્ડની વાત કરીએ તો અનુભવી જેમ્સ એન્ડરસન સિવાય શોએબ બશીર અને રેહાન અહેમદે 3-3 વિકેટ લીધી હતી જ્યારે ટોમ હાર્ટલીને 1 સફળતા મળી હતી.
That Leap. That Celebration. That Special Feeling 👏 👏
Here's how Yashasvi Jaiswal notched up his Double Hundred 🎥 🔽
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/CUiikvbQqa
— BCCI (@BCCI) February 3, 2024