કુલી નં. 1 ફિલ્મના ચોથા શિડ્યુલનું શૂટિંગ થયું શરૂ

admin
1 Min Read

એકટર વરૂણ ધવને બોલિવૂડમાં 2012માં ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ થી બોલીવુડમાં ડેબ્યું કર્યો હતો. ત્યારબાદ વરૂણ ધવને ઘણી ફિલ્મો કરી છે. આ સમયે તે તેની આગામી ફિલ્મ ‘કુલી નં. 1 પર પોતાનું ફોકસ કરી રહ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન તેમના પિતા ડેવિડ ધવન દ્વારા કરવામાં આવ્યું છે.

વરૂણ ધવને કુલી નં.1 ફિલ્મના ચોથા શિડ્યુલનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને તેણે સોશિયલ મીડિયા પર  પોસ્ટ કરી આ વિશે માહિતી આપી છે. વરુણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી હતી. આ ફિલ્મમાં અભિનેત્રી સારા અલી ખાન વરુણ ધવનની સાથે જોવા મળશે. આ પહેલા ફિલ્મના સેટ પર લાગેલી આગને કારણે ફિલ્મનું શૂટિંગ થયું ન હતું,

પરંતુ ફરી એકવાર ફિલ્મની આખી ટીમ શૂટિંગ માટે સંપૂર્ણ તૈયાર છે. આ ફિલ્મ ડેવિડ ધવનના નિર્દેશનમાં બનશે અને આ ફિલ્મ ગોવિંદા અને કરિશ્મા કપૂરની કૂલી નં.1 ફિલ્મની રીમેક છે. આ ફિલ્મમાં પરેશ રાવલે પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તે રિમેકમાં પણ જોવા મળશે. આ ફિલ્મ 1 મે, 2020 ના રોજ રીલિઝ થશે.

 

Share This Article