અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. રાતની સાથે દિવસે પણ પવન લોકો ગરમ કપડા પહેરેલા જોવા મળ્યા. કચ્છમાં પણ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.
નલીયામાં 8.8 ડિગ્રી અને કંડલા એરપોર્ટ પર 9 ડિગ્રી તાપમાન રહેતા લોકો ઠુંઠવાયા હતા. ઉત્તર ગુજરાતમાં પણ ઠંડી જોવા મળી રહી છે. બનાસકાંઠાના ડીસામાં 10.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 10.7 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
સૌરાષ્ટ્રમાં પણ કાતીલ ઠંડી પડી રહી છે. અમરેલીમાં 13.6 ડિગ્રી, રાજકોટમાં 11.9 ડિગ્રી, પોરબંદરમાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં 14.5, વલસાડમાં 11.6, વડોદરામાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આગામી બે દિવસ ઠંડી રહેશે
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી બે દિવસ ઠંડીનો ચમકારો જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે ઉતરશે.