ડીસા ના કંસારી પાસે ટ્રકની પાછળ છકડો રીક્ષા ઘૂસી જતા અકસ્માત

admin
1 Min Read

ડીસાના કંસારી પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. ડીસા તાલુકાના કંસારી પાસે એક છકડો રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રકની પાછળ છકડો રીક્ષા ઘૂસી જતા અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં બે મિત્રોને ગંભીર ઈજા થવા પામી હતી. અકસ્માત થતા આજુબાજુમાં રહેલા સ્થાનિકોના ઘટના સ્થળે ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ અકસ્માતમાં 2 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કંસારી પાસે અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. આ પહેલા પણ જીપડા અને ડમ્પર વચ્ચે અકસ્માતનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ટે અકસ્માતમાં જીપડા ચાલકને ગંભીર ઈજા થવા પામી હતી. અને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

Share This Article