ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ચોરી, લૂંટના બનાવો બની રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસનીસરાહનીય કામગીરી સામે આવી છે, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ચેકપોસ્ટથી લૂંટ વિથ મર્ડરના આરોપીનેઅમીરગઢ પોલીસે ઝડપી પાડવામાં આવ્યો છે. બેંગ્લોરમાં જૈન પરિવારમા નોકર બની આરોપી રહેતો હતો. આરોપીએ 8લાખ 48 હજાર રોકડ રકમ સહિત 15 લાખ 35 હજાર મત્તાની ઘરમાં લૂંટ ચલાવી હતી
. માલિકની હત્યા બાદ લૂંટને અંજામઆપી બેંગ્લોરથી ફરાર થયેલો આરોપી અમીરગઢ ચેકપોસ્ટથી ઝડપાયો હતો. આરોપી બીજારામ દુર્ગારામ દેવાસી પાસેથી લૂંટનીરોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિત 24 લાખ 23 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. બેંગ્લોર પોલીસે અમીરગઢ પોલીસની સરાહનીય કામગીરી બદલ 50 હજાર ઈનામ આપવાની જાહેરાત કરી છે.