પુલની તકનીકી અને ગુણવત્તા સામે સવાલો

admin
2 Min Read

કાલોલ તાલુકામાંથી પસાર થતી ગોમા નદીના પુલની બન્ને સાઈડો તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે બેસી જતા નુકસાન થયુ છે. 5.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા પુલ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે. જેને લઈ પુલની તકનીકી અને ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે. મળતી માહિતી મુજબ, કાલોલ તાલુકાના બોરૂથી બાકરોલ વચ્ચે આશરે ₹ ૫.૫ કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવેલા ગોમા નદીના પુલની બંને બાજુની સાઈડો ભારે વરસાદને કારણે બેસી જતાં પુલની તકનીકી અને ગુણવત્તાની ક્ષમતા સામે સવાલો ઉભા થયા છે . કાલોલ તાલુકાના બોરૂથી બાકરોલ વચ્ચે ગોમા નદી પસાર થાય છે આને લીધે બોરૂ થી કાલોલ તરફ અને બાકરોલથી ધંતેજ સાવલી તરફના વાહન ચાલકોને પાંચથી દસ કિલોમીટર લાંબુ અંતર કાપવું પડતું હોય છે. આ લાંબુ અંતર કાપવું ના પડે તે માટે ગોમા નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ પુલ તૈયાર થઈ જવા છતાં ગમે તે કારણોસર હજી સુધી લોકાર્પણ કરવામાં આવ્યું નથી. આ પુલ તૈયાર થઈ ગયો હોવા છતાં લોકાર્પણ ન કરવામાં આવતા આ પુલ પરથી સામાન્ય અવર જવર ચાલુ થઈ જવા પામી હતી. જેની તંત્રએ પણ પરવા કરી ન હતી.આ નવીન પુલ આ વર્ષના પહેલા જ ચોમાસે આ પાછલા દસ દિવસ સુધી થયેલા ભારે વરસાદને કારણે પુલના મધ્ય ભાગને છોડીને પુલની આજુબાજુના બંને છેડા પરની સંરક્ષણ દિવાલ સહિત માટીનું ધોવાણ થઈ ગયું અને બંને છેડાઓના પુરક માર્ગો પર તિરાડો પડી જતાં આ પુલ ક્ષતિગ્રસ્ત બની ગયો હતો. જેને લઈ તંત્ર અને ઈજારદાર વચ્ચેની મીલીભગતની પોલ ખુલી પાડી દીધી હોવાની લોકચર્ચાઓ જોર પકડયું છે. આ પૂલ અને એપ્રોચ રોડની કામગીરીમાં હલકી ગુણવત્તા અને ભ્રષ્ટાચારને પગલે આગામી ભારે વરસાદમાં વધારે પોલ ખુલવાની શકયતાઓની ચર્ચાઓએ પણ વેગ પકડાયો છે.

Share This Article