બનાસકાંઠા : સફાઈ કર્મચારીઓને રાખડી બાંધી

admin
1 Min Read

રક્ષાબંધનનો તહેવાર એ ભાઈ બહેનના પવિત્ર સબંધનો તહેવાર અને આ તહેવારે બહેન-ભાઈના દીર્ઘાયુ માટે રક્ષા બાંધે છે. ત્યારે ભારત વિકાસ પરિષદ પાટણની મુખ્ય શાખાની મહિલા ટીમ દ્વારા રક્ષાબંધનના પવિત્ર અવસર નિમિત્તે શીતળામાતા મંદિર પાસે આવેલ પાટણ નગરપાલિકાની ઘીમટા વોર્ડ ઓફિસ ખાતે કામ કરતા સફાઈ કર્મચારી ભાઈઓને રાખડી બાંધી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકા પ્રમુખ, સ્વચ્છતા સમિતિના ચેરમેન, ભારત વિકાસ પરિષદના પ્રમુખ જયેશભાઈ અશ્વિનભાઈ પારેખ, સોનલબેન ચંદારાણા, પૂર્ણિમા મોદી સહિત શાખાની મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી. મહત્વનું છે કે, આ વખતે રક્ષાબંધન અને 15મી ઓગસ્ટ એક જ દિવસે છે. ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઇ ખવડાવે છે.

Share This Article