ભરૂચ સિવિલ હોસ્પિટલ ગંદકીથી ખદબદી

admin
1 Min Read

ભરૃચ સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ બાદ પણ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. વરસાદી પાણીના નિકાલ તેમજ ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતાના કારણે સિવીલ હોસ્પિટલ ગંદકીથી ખદબદી રહી છે.
રાજય સરકારે મસમોટી વાતો કરી ભરૃચ સિવિલ હોસ્પિટલને મેડિકલ કોલેજના ઓથા હેઠળ વિકસાવવાના પ્લાન હેઠળ હાલ સૂરસૂરીયુ જોવા મળી રહયુ છે. નવા તબીબો, સ્ટાફ, અધતન સુવિધા સહિત સાધન સંપન્નની મોટી મોટી વાતો હાલ પોકળ સાબિત થઈ રહી છે. સીવિલ હોસ્પિટલમાં આરોગ્ય, સારવાર, સુવિધાને લઈ સમસ્યા ખાનગીકરણ થવા છતા હજી યથાવત રહી છે. મેડિકલ કોલેજ માટે વડોદરાની ખાનગી સંસ્થાને સિવિલનો કારભાર સોપાયા બાદ પણ સ્થિતીમાં કોઈ સુધારો આવ્યો નથી.
ભરૃચ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદનો વિરામ છે તેમ છતા ભરૃચ સિવિલ હોસ્પિટલમાં ગટરો ઉભરાઈ રહી છે. બેઝમેન્ટમાં ગંદા પાણીનુ સામ્રાજય સર્જાયુ છે. સિવિલ સત્તાધિશો કે તંત્ર આ અસુવિધાઓ અંગે કોઈ પણ પ્રતિક્રિયા આપવા તૈયાર નથી. કરોડોના ખર્ચ અને સુવિધા-સવલતની વાતો વચ્ચે આજે જિલ્લાની સિવિલ હોસ્પિટલ વેન્ટીલેટર ઉપર હોવાનો ઘાટ સર્જાયો છે. જેને જોવા કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ સભ્ય પણ આવી રહયો નહી હોવાની લાગણી પ્રજા વ્યકત કરી રહી છે.

Share This Article