“એક સળગતો સવાલ” : ડિઝિટલ વોરના નામે ડેટા સિક્યોરનું બહાનું…!

admin
3 Min Read

ભારત સરકારે સોમવારે રાત્રે ટિકટોક સહિતની ચીની એપ્સ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી હતી. ત્યારે મંગળવારે સવારે જ આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી હટાવવામાં આવી હતી. ચીની એપ્સ પર બેન લગાવ્યા બદ હવે TikTok એ મંગળવારે સાંજે કામ કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે.

સરકારે ચીની એપ્લિકેશન પર આગોતરા પગલાં લઈને ટેલીકોમ કંપનીઓ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર દ્વારા તેને બ્લોક કરાવી દીધી છે, હવે યુઝર્સ જયારે એપ ખુલે છે ત્યારે નો નેટવર્ક કનેક્શનની એરર આવે છે અને ત્યારબાદ એક નોટિસ દેખાઈ રહી છે. આઈફોનમાં ટિકટોકએ કામ કરવાનું બંધ કરી દીધું છે અને નવા વીડિયોઝ લોડ થઇ રહ્યા નથી. ટિકટોક ઓપન કરતાની સાથે જ વિડીયો લોડ થઇ રહ્યા નથી. TikTok ઓપન કરતાં જ એક નોટિસ જોવા મળે છે જેમાં લખ્યું છે, ‘અમે ભારત સરકાર દ્વારા 59 એપ્સને બ્લોક કરવાનું પાલન કરી રહ્યા છે. તમામ યૂઝર્સની પ્રાઇવેસી અને સિક્યોરિટી સુનિશ્વિત કરવી અમારી પ્રાથમિકતા છે.

 

જોકે આ સિવાય બીજા ચીની એપ્સ જે મોબાઈલમાં ઇન્સ્ટોલ્ડ છે તે કામ કરી રહી છે જેમાં કેમ સ્કેનર, શેર ઈટ અને યુસી હજુ પણ કામ કરી રહી છે. જેમાં હજુ ઘણી એપ્સને ડાઉનલોડ કરવાનો પણ ઓપ્શન દેખાઈ રહ્યો હોવાનું કેટલાક યુઝર્સે જણાવ્યુ હતું. સરકારનો નિર્ણય ખરેખર આવકારદાયક છે. જોકે બીજીબાજુ કેટલાક સળગતા સવાલ પણ ઉઠી રહ્યા છે..

જ્યાં એકબાજુ લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીન સેના વચ્ચેની અથડામણમાં ભારતના 20 જવાન શહિદ થયા હતા તેને લઈ ચીની એપ પર પ્રતિબંધનો નિર્ણય કરાયો હોવાના અહેવાલો કેટલાક મીડિયામાં પ્રકાશિત થયા. કેટલીક મીડિયામાં ભારતે ચીન સામે ડિઝિટલ વોર છેડ્યું હોવાની વાત રજુ કરવામાં આવી. જોકે ખરેખરમાં જો ડિઝિટલ વોર છેડવામાં આવ્યું હોય તો શા માટે ચીની એપને ભારતીયોના ડેટા પ્રાઈવેસીનો ખતરો બતાવીને હટાવવામાં આવી રહી છે?

સરકારે જો ખરેખર ચીન સામે જંગ છેડી છે તો દરેક મોબાઈલ યુઝર્સને શા માટે ડેટા પ્રાઈવેસીની નોટિસ આપવામાં આવી રહી છે? શું સરકાર પણ ચીન સામે ડિઝિટલ વોરની સત્તાવાર યુદ્ધની જાહેરાતથી ડરી રહી છે? ટિકટોક સહિતની ઘણી એપ્લિકેશન એવી છે જેનો વર્ષોથી કરોડો ભારતીયો વપરાશ કરતા હતા.

ત્યારે જો ખરેખર તેમના ડેટા પ્રાઈવેસીનો ખતરો હતો તો આટલા વર્ષો સુધી એપ્લિકેશન લોકોના મોબાઈલમાં ઈન્સ્ટોલ રહી તેનું શું? તો શું આટલા વર્ષો સુધી લોકોના ડેટા પ્રાઈવેસીની સરકારને કોઈ જ પડી નહતી?  ત્યારે આને શું ડિઝિટલ વોર કહેવી કે ડેટા સિક્યોરનો વોર ગણવી… જો ખરેખર ડેટા સિક્યોરીટીનો જ ખતરો હોય તો આ મુદ્દાને લદ્દાખમાં ચીનની અવળચંડાઈ અને ભારતીય સેનાના શહિદ થયેલ જવાનોનો બદલો કઈ રીતે ગણી શકાય?

Share This Article