રાજ્યમાં આજથી અનલોક-2નો અમલ શરુ, શું શું થયો ફેરફાર ?

admin
1 Min Read

કોરોના વાયરસનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે આ તમામ વચ્ચે આજથી સમગ્ર દેશમાં અનલોક-2 લાગુ થઈ ગયું છે. અનલોક-1 કરતા અનલોક-2માં થોડી વધુ રાહત આપવામાં આવી છે. જે મુજબ હવે ગુજરાતમાં આજથી દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી અને રેસ્ટોરન્ટ 9 વાગ્યા સુધી ચાલુ રહેશે.

કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનો અભ્યાસ કરીને રાજ્ય સરકારે વેપાર-ધંધા ખુલ્લા રાખવાના સમયમાં એક કલાકનો વધારો કરીને સવારના 8થી રાત્રિના 8 કલાક એટલે કે 12 કલાક સુધી સતત ખુલ્લા રાખવાને મંજૂરી આપી છે. જ્યારે ખાણી પીણી અને રેસ્ટોરન્ટ 9 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.

આ ઉપરાંત સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને સ્ટેડિયમ પ્રેક્ષકો વિના ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી છે. જેમાં લાઈવ ટેલિકાસ્ટ પણ કરી શકાશે. તેમજ અમદાવાદ-સુરત માટે જીએસઆરટીસીની જાહેર કરાયેલી શરતો મુજબ ખાનગી બસો પણ આજથી દોડતી થઈ છે.

અનલોક-2માં રુપાણી સરકારે કેન્દ્ર સરકારના મોટાભાગની ગાઈડલાન્સને યથાવત રાખી છે. જેમાં કર્ફ્યૂના સમયમાં પણ કોઈ ફેરફાર કર્યો નથી જે મુજબ, રાત્રિના 10થી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે. સરકારની ગાઈડલાઈન્સ મુજબ મેટ્રો, થિયેટરો, જીમ, સ્વિમિંગ પૂલ વગેરે 31 જુલાઈ સુધી બંધ રહેશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ઉડાણો પર પણ રોક રહેશે. શાળા-કોલેજો અને કોચિંગ ઈન્સ્ટીટ્યુટ પણ 31 જુલાઈ સુધી ખુલશે નહીં.

Share This Article