તમિલનાડુમાં થર્મલ પાવર પ્લાન્ટમાં બોઈલરમાં બ્લાસ્ટ, બ્લાસ્ટની ભયાનક તસ્વીર

admin
1 Min Read

તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં એક પાવર પ્લાન્ટમાં વિસ્ફોટના અહેવાલ સામે આવ્યા છે. જેમાં બે કર્મચારીઓના મોત નિપજ્યા છે, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે એનએલસી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, કુડ્ડાલોર જિલ્લામાં આવેલ એક થર્મલ પાવર પ્લાન્ટમાં બોયલરમાં વિસ્ફોટ થતાં આસપાસન વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ વિસ્ફોટમાં પ્લાન્ટમાં કામ કરી રહેલ બે કર્મચારીઓના મોત નિપજ્યા છે, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે.

 

વિસ્ફોટ તમિલનાડુની રાજધાની ચેન્નાઈથી લગભગ 180 કિલોમીટર દૂર કુડ્ડાલોરમાં એનએલસી ઈન્ડિયા લિમિટેડના એક પાવર પ્લાન્ટમાં થયો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેના ધડાકાનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો.

તેમજ વિસ્ફોટના કારણે કર્મચારીઓમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ વહિવટી તંત્રની ટીમે પણ પ્લાન્ટમાં ફસાયેલ કર્મચારીઓને બહાર કાઢવા રેસ્ક્ય્ ઓપરેશન હાથ ધર્યુ હતું. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Share This Article