કચ્છ : ભચાઉ હાઇવે પર વરસાણા નજીક અચાનક કારમાં લાગી આગ

admin
1 Min Read

અંજાર તાલુકાના વરસાણા ગામની ખાનગી કંપની પાસે નેશનલ હાઇવે પર સ્કોર્પિયો કારના એન્જીનના વાયરમાં સોર્ટ-સર્કિટ થતા અચાનક આગ લાગી ગઈ હતી. જેના કારણે કારનું એન્જીન સળગી ગયુ હતું. આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ ભચાઉ તાલુકાના ગોકુલગામ, નાની ચીરઇ ગામે રહેતા વિશાલભાઈ મેઘજીભાઈ જરૂ (આહીર) પોતાની મહિન્દ્રા સ્કોર્પિયો કાર નં. જીજે 12 ડીએ 6473માં જઇ રહ્યા હતા ત્યારે વરસાણા ગામની પી.એસ.એલ કંપની પાસે નેશનલ હાઇવે નં. 8 પર અચાનક કારના એન્જીનના વાયરમાં સૉર્ટ-સર્કિટ થતા એન્જીનમાં આગ લાગી ગઈ હતી.જેના કારણે લાગેલી આગમાં કાબુ મેળવાય તે પહેલાં આગે સંપૂર્ણ કારણે ઝપેટમાં લઈ લીધો હતો અને કારનું એન્જીન બળીને ખાખ થઈ ગયું હતું. આગને કાબુમાં મેળવવા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તેમ છતાં એન્જીન સંપૂર્ણ બળી ગયું હતું. આ બનાવની જાણ અંજાર પોલીસ મથકે થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article