દુર્ગુણો પર સદગુણોના વિજયની ગાથા, જાણો અહી….

admin
2 Min Read

માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. દિવાળીનો પાંચ દિવસનો ઉત્સવ નવા ચંદ્રના ઉદયની વચ્ચે આવે છે. હિન્દુ કેલેન્ડર પર તેને અશ્વિન મહિનાના અંતમાં અને કારતક મહિનાની શરૂઆતમાં નવા ચંદ્ર દિવસમાં ગોઠવવામાં આવેલ છે, અશ્વિન મહિનાના અંધારિયા પખવાડિયાના 13મા દિવસથી તે શરૂ થાય છે (અશ્વિનની 28મી તિથિ) અને કાતરક મહિનાના અજવાળિયા પખવાડિયાના બીજા દિવસે તે પૂરી થાય છે.

ઉજવણીના મુખ્ય દિવસોમાં પ્રાદેશિક વૈવિધ્ય છે. ભારત અને નેપાળના ઘણા વિસ્તારોમાં હિન્દુ માન્યતા અનુસાર 14 વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ છે. સમય જતાં આ શબ્દ હિન્દીમાં દિવાળી અને નેપાળીમાં દિપાવલીમાં ફેરવાઈ ગયો, પરંતુ આજે પણ ભારતની દક્ષિણ અને પૂર્વની ભાષાઓમાં હજુ પણ આ શબ્દ તેના મૂળસ્વરૂપે જળવાયો છે. છઠ્ઠા શીખ ગુરુ ગુરુ હર ગોબિંદ જીને બાદશાહ જહાંગીરે અન્ય 56 હિન્દુ રાજાઓની સાથે ગ્વાલિયરના કિલ્લામાં બંદી બનાવ્યા હતા, તેમને મુક્ત કરાય પરત આવ્યા ત્યારથી તેમની યાદમાં શીખ ધર્મમાં અમૃતસર શહેરને ઝગમગાવવામાં આવે છે અને ત્યારથી દિવાળી મહત્ત્વ ધરાવે છે.અન્ય કેદીઓને મુક્ત કર્યા બાદ તેઓ પવિત્ર શહેર અમૃતસરમાં આવેલ દરબાર સાહિબ (સુવર્ણ મંદિર) ગયા હતા અને ત્યાં લોકોએ મીણબત્તીઓ અને દીવડાઓ પ્રગટાવીને ગુરુને આવકાર્યા હતા.

આ કારણથી શીખો દિવાળીને બંદી છોડ દિવસ- “કેદમાં પૂરાયેલા લોકોની આઝાદીનો દિવસ” પણ કહે છે. હિન્દુ બહુમતી ધરાવતા દેશ નેપાળના બૌદ્ધધર્મીઓમાંથી નેવાર બૌદ્ધધર્મીઓ પણ આ તહેવાર ઉજવે છે. ભારત અને નેપાળમાં હવે દિવાળીને રાષ્ટ્રીય તહેવાર ગણવામાં આવે છે અને ધર્મ-સંપ્રદાયના ભેદભાવ વગર નેપાળ અને ભારતના મોટાભાગના લોકો આ તહેવારના ધાર્મિક લાભ મેળવે છે.

Share This Article