ગુજરાત-રાજ્યમાં રાતોરાત મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફાર

admin
1 Min Read

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા એક બાદ એક મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. ત્યારે તાજેતરમાં જ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે રવિવારના મોડી રાત્રે એક સાથે 155 મામલતદારોની બદલી કરી છે તો સાથે 118 નાયબ મામલતદારોની મામલતદાર તરીકે બઢતી આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તદુપરાંત 13 મામલતદારોને ડેપ્યુટી કલેક્ટર તરીકે બઢતી સાથે નિમણૂંક આપવામાં આવી છે. જેનાથી આ અધિકારીઓની તો જાણે કે દિવાળી સુધરી ગઇ.

આ હુકમો સાથે રાજેન્દ્ર ત્રિવેદીએ એવો વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો કે, અધિકારીઓ પોતાની બઢતી આપેલી જગ્યાએ ત્વરિત કામગીરી શરૂ કરી દેશે તેમજ જે રીતે સરકાર ઝડપથી નિર્ણય લે છે તે જ રીતે અધિકારીઓ પણ ઝડપથી પ્રજાના કાર્યો કરશે. મહેસૂલ વિભાગ અને જિલ્લાની મહેસૂલી કચેરીઓમાં ઘણાં લાંબા સમયથી મામલતદારની ખાલી પડેલી જગ્યાઓ અને નાયબ મામલતદારોની બઢતી બાબતે ઘણાં સમયથી રજૂઆતો કરવામાં આવતી હતી. એવામાં કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખી 118 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે પ્રમોશન આપી તેમજ 13 મામલતદારોને ડેપ્યુટી કલેકટર બઢતી આપી નિમણૂંક કરાઇ છે. ઉલ્લેખનીય છે કે, આ અઠવાડિયામાં અગાઉ 40 જેટલાં મામલતદારોની બદલી અંગેના પણ હુકમો કરવામાં આવ્યા હતાં. દિવાળી પહેલા ગુજરાત ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા મોટા ફેરફારો કરવામાં આવ્યાં છે

Share This Article