જાણો સૌની પ્રિય સેવઈનો સૌપ્રથમ ઉપયોગ ક્યાં થયો હતો, જાણો તેનો રોચક ઇતિહાસ

admin
3 Min Read

સેવઈનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે, ખાસ કરીને ગળી સેવઈ વગર તો ઈદ અધૂરી જ ગણાય. જોકે હવે તો સેવઈને નમકીન પણ બનાવવામાં આવે છે અને નૂડલ્સ તરીકે પણ ખાવામાં આવે છે, કારણકે તેનો સ્વાદ તો અદભુત હોય જ છે, સાથે-સાથે તે બહુ સ્વાદિષ્ટ પણ હોય છે.

આપણા સૌના ઘરમાં અલગ-અલગ રીતે સેવઈનો ઉપયોગ તો કરવામાં આવતો જ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે, તેને શામાંથી બનાવવામાં આવે છે અને કેવી રીતે બનાવવામાં આવે છે? આજે અમે તમારા માટે લાવ્યા છીએ સેવઈ અંગેની એ બધી જ માહિતી, જે તમારે જાણવી જ જોઈએ.

સેવઈ શું છે?

સેવઈ એક પ્રકારના નૂડક્સ જ છે, પરંતુ તે ખૂબજ બારીક હોય છે. દક્ષિણ ભારતમાં સેવઈનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. ભારતમાં સેવઈને ઘણાં અલગ-અલગ નામોથી ઓળખવામાં આવે છે. જેમ કે, તમિલનાડુમાં સેવઈને સંથકઈ અને કન્નડમાં શાવિગે નામથી ઓળખાય છે. અલગ-અલગ વિસ્તારોમાં તેને અલગ-અલગ નામોથી ઓળખવામાં આવે છે.

Know where our favorite service was first used, know its interesting history

ભારતમાં સેવઈની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ?

કહેવાય છે કે, ભારતમાં સૌપ્રથમ વાર સેવઈનો ઉપયોગ લાલ કિલ્લામાં એક શાહી દાવતમાં કરવામાં આવ્યો હતો. ઈતિહાસકાર રાના સફવીના પુસ્તક અનુસાર, સૌથી પહેલાં બહાદુર શાહ ઝફરની થાળીમાં મીઠી સેવઈ પીરસવામાં આવી હતી. પહેલાં સેવઈને હાથની આંગળીઓથી જ બનાવવામાં આવતી હતી.

તે સમયે સેવઈ જવેંના નામથી ઓળખાતી હતી. તો રાજસ્થાનમાં સેવઈ ફેનીના નામથી ઓળખાય છે, પરંતુ ફેની સેવઈની સરખામણીમાં થોડી જાડી હોય છે, જેને રમજાનમાં સહરીના નામથી ખાવામાં આવે છે.

સેવઈ કેવી રીતે બનાવવામાં આવે છે?

જ્યારે પણ સેવઈ બનાવવાની વાત આવે ત્યારે આપણા મનમાં સૌથી પહેલો સવાલ એ જ આવે છે કે, આટલી બારીક સેવઈ કેવી રીતે બનાવવામાં આવે? જો તમારા મનમાં પણ આ જ સવાલ આવતો હોય તો, તમને જણાવી દઈએ કે, તેને ચોખા અને મેંદામાંથી બનાવવામાં આવે છે.

Know where our favorite service was first used, know its interesting history

જોકે આજ-કાલ તો સેવઈને ઘઉં અને રાગીમાંથી પણ બનાવવામાં આપે છે. પહેલાં સેવઈ ઘરે જ બનાવવામાં આવતી હતી, પરંતુ હવે તો સેવઈ બનાવવા માટે મશીનનો ઉપયોગ પણ થવા લાગ્યો છે.

  • સેવઈ બનાવવા માટે સૌથી પહેલાં તો ચોખાને ગરમ પાણીમાં થોડા ઉકાળવામાં આવે છે, ત્યારબાદ તેને લગભગ 3 કલાક સુધી ઠંડા પાણીમાં રાખવામાં આવે છે.
  • ત્યારબાદ ચોખામાંથી વધારાનું પાણી કાઢીને તેને પીસીને લોટ તૈયાર કરવામાં આવે છે. ખાસ ધ્યાનમાં રાખો કે, લોટ વધારે ઢીલો ન થઈ જાય, નહીંતર તેનાથી સેવઈ બરાબર બનશે નહીં.
  • લોટ બાંધ્યા બાદ 10 મિનિટ માટે તેને રેસ્ટ થવા માટે મૂકો. હવે સેવઈના સંચામાં તેલ લગાવો અને તેમાં સેવઈનો લોટ ભરો.
  • મશીન ઝીણી-ઝીણી સેવઈ તૈયાર કરે છે, અને ખૂબજ ઓછી મહેનતે સેવઈ બનીને તઓયાર થઈ જાય છે.
  • ત્યારબાદ સેવઈને ડિહાઈડ્રેટ કરવામાં આવે છે અને તેમાં પ્રિઝર્વેટિવ્સ મિક્સ કરવામાં આવે છે, જેથી લાંબા સમય સુધી તેને પેકેટમાં બંધ રાખવામાં આવે તો પણ તે બગડતી નથી.
  • ત્યારબાદ તેને થોડી વાર માટે સ્ટીમ કર્યા બાદ તેલથી ડીપ ફ્રાય કરવામાં આવે છે.
  • ફ્રાય કર્યા બાદ સેવઈને ઠંડી કરવામાં આવે છે અને પછી પેકેટમાં પેક કરવામાં આવે છે
Share This Article