બનાસકાંઠા : દિયોદરમાં સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડ્યા, કોંગ્રેસની મીટીંગમાં ભુલાયું ડિસ્ટન્સ

admin
1 Min Read

દેશભરમા કોરોનાએ હાહાકાર મચાવતા અનેક લોકો ગુજરાતભરમાં જીવ ગુમાવ્યો છે. હજુ પણ કોરોના ગયો નથી અને કોરોના ગાઈડલાઈનના નિયમો યથાવત છે તેમ છતા રાજનેતાઓ આ નિયમો પાળવા તૈયાર નથી, તે વરવી વાસ્તવિકતા છે. ત્યારે દિયોદર ગેસ્ટ હાઉસમાં કોંગ્રેસની મીટીંગમાં મળી હતી. દિયોદર ધારાસભ્ય શિવા ભુરિયા તેમજ પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી ની હાજરીમાં કોરોના ગાઈડ લાઈન ને ભૂલી બેઠક યોજી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ મહામારીમાં કોરોના કેસ ઘટયા છે જ્યારે કોરોના સંક્રમણ હજુ ગુજરાતભરમા યથાવત છે

તેવા સમયે સોશિયલ ડિસ્ટન્સનો સત્યાનાશ કરી કાર્યકમો ક્યાંક ને ક્યાંક જોવા મળે.. તેવામાં દિયોદર ગેસ્ટ હાઉસમાં કોંગ્રેસની મીટીંગમાં દિયોદર ધારાસભ્ય શિવા ભુરિયા તેમજ પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કોરોનાને આમંત્રિત કરતા હોય તેમ કોંગ્રેસી કાર્યકરો સામાજિક અંતર ભૂલ્યા હતા… ત્યારે મહત્વનું છે આ બાબતે જીલા કલેકટર પગલાં ભરશે ખરા તેવા સવાલો આમ જનતામાં ઉઠ્યા છે..

Share This Article