ગુજરાત : નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ ભરૂચ નર્મદા મૈયા બ્રીજનું તારીખ 12 મી જુલાઈના રોજ કરશે ઉદ્દઘાટન…

admin
1 Min Read

નર્મદા નદી પર બંધાયેલા વધુ એક બ્રિજ-નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ અષાઢી બીજના દિવસે એટલે કે 12 જુલાઈએ કરાશે. આ કારણે સરદાર બ્રિજ પર જવા માટેનું 7 કિમીનું અંતર ઘટશે. આ ઉપરાંત તેના પર વસૂલાતો રૂ.25નો ટોલ ટેક્સ પણ બચશે. ગોલ્ડન બ્રિજને સમાંતર આ બ્રિજ આવેલો છે. ગોલ્ડન બ્રિજ પરથી રોજના 10 હજાર વાહન પસાર થાય છે.ભરૂચ શહેરના ગોલ્ડન બ્રિજ ને અડીને તૈયાર થયેલો નવનિર્મિત નર્મદા મૈયા બ્રિજનું ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. ભરુચ જિલ્લા સમાહર્તા ડૉ. એમ. ડી. મોડિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ સંદર્ભે બેઠક યોજાઈ આગામી તા.12 મી જુલાઈ-2021 ને સોમવારના રોજ અંદાજે 400 કરોડ થી વધુ ખર્ચ થી તૈયાર થયેલ “નર્મદા મૈયા બ્રીજ”નું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ઉદૃઘાટન થનાર છે.

આ સંદર્ભે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી…આ બેઠકમાં કલેક્ટર એ સભા, સ્ટેજ, મંડપ, ડાયસ પ્લાન વિગેરે વ્યવસ્થા બાબતે સબંધિત અધિકારીઓ સાથે ચર્ચા, વિચારણા અને માર્ગદર્શન આપી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી કલેક્ટરે કાર્યક્રમનું સુંદર આયોજન થાય તે જોવા સૂચન કર્યું હતું આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ, માર્ગ,મકાનના અધિકારી અનિલ વસાવા, ટ્રેની પોલીસ અધિકારી વિગેરે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article