સાબરકાંઠા : પ્રાંતિજ પણ સ્વૈચ્છિક લોકડાઉનની લાઈનમાં

admin
1 Min Read

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે વેપારીઓ દ્વારા કોરોનાનુ વધતુ જતું સંક્રમણ ને રોકવા માટે માટે સ્વયંભૂ બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પ્રાંતિજ સહિત તાલુકા મા કોરોના ના કેસો નો રાફડો ફાટતા અને મૃત્યુ આંક વધતા  પ્રાંતિજના વેપારીઓ દ્રારા સ્વૈચ્છિક લોકડાઉન નિર્ણય કર્યો છે તો પ્રાંતિજ પણ સ્વૈચ્છિક લોકડાઉનને લઈને પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભગોરાની અધ્યક્ષ સ્થાને ગઈકાલે એક મીટિંગ યોજાઇ હતી.  જેમા પ્રાંતિજ ના વિવિધ એસોસિયેશનના વેપારીઓ દ્રારા તારીખ ૧૮|૪|૨૦૨૧ થી ૧૯|૪|૨૦૨૧ બે દિવસ રવિવાર અને સોમવાર ના દિવસે સંપુર્ણ સ્વૈચ્છિક બંધપાળવાનો નિર્ણય લીધો હતો.

 

જેમાં સવારના આઠથી બપોરના ત્રણ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય પણ કરવામા આવ્યો છે. જયારે જયારે રવિવાર અને સોમવાર બંધના દિવસે તથા ચાલુ દિવસોમા મેડીકલની દુકાનો ખુલ્લી રહશે. અને જો વેપારીઓ બંધની અમલવારી નહી કરે તો તેની સામે પ્રાંતિજ નગર પાલિકા અને પ્રાંતિજ પોલીસ દ્રારા સકારાત્મક પગલાંઓ પણ લેવામા આવશે. આ મીટીંગમા પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભગોરા, તાલુકા હેલ્થ ઓફિસર એ.એમ.સોલંકી, પ્રાંતિજ પીઆઈ પી.એલ.વાધેલા, નગરપાલિકાના ચીફ ઓફિસર ઉર્મિલાબેન, નગરપાલિકાના પ્રમુખ દિપકભાઇ કડીયા સહિત પ્રાંતિજના વિવિધ એસોસિયેશન મંડળના પ્રમુખો પ્રતિનિધિઓ સહિત ગામના આગેવાનો નગરપાલિકા ના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article