ભરૂચ : ખાનગી ટ્રાવેલ્સ સંચાલક દ્વારા લોકડાઉનની અફવાનો મામલો

admin
1 Min Read

ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર સ્થિત ખાનગી ટ્રાવેલ્સ સંચાલક દ્વારા ખોટી લોકડાઉનની અફવા મામલે ભરૂચ Dysp એ અફવાથી દૂર રહેવા અપીલ કરી હતી…ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે આ કોરોનાની મહારીને જોતા લોકડાઉનની અફવાઓ પણ ક્યાંકને ક્યાંક જોવા મળે છે તેવામાં ભરૂચના ઝાડેશ્વર સ્થિત ખાનગી ટ્રાવેલ્સ સંચાલક દ્વારા ખોટી લોકડાઉનની અફવા મામલે ભરૂચ Dysp એ અફવાથી દૂર રહેવા અપીલ કરી હતી.

 

 

જેમાં આર્થિક લાભ મેળવવા ભરૂચ શહેરના ઝાડેશ્વર સ્થિત એક ખાનગી ટ્રાવેલ્સ સંચાલક દ્વારા પરપ્રાંતીય કામદારોને લોકડાઉનની ખોટી અફવા ફેલાવી ટિકિટોના મોટા ભાડા વસૂલી પ્રજા સાથે છેતરપિંડી કરતોની જાણ થતા ભરૂચ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. ત્યારે અત્યારે સરકાર દ્વારા કોઈ લોકડાઉનની નીતિ ન હોય આવી અફવાથી દુર રહેવા ભરૂચ DYSP એ અપીલ કરી છે

Share This Article