સમેત શીખર તીર્થ અને પાલીતાણા શેત્રુંજ્ય તીર્થને અસામાજીક તત્વોથી સુરક્ષિત કરવામાં આવે તેવી માગ સાથે જૈન સમાજના તમામ ફીરકાઓ દ્વારા સુરતમાં વિરાટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા અને આ બન્ને તીર્થ સ્થાનોને પર્યટન ક્ષેત્ર જાહેર કરવાના વિરોધમાં મૌન રેલી કાઢી હતી.
સુરતમાં જૈન સમાજ દ્વારા સરગમ શોપિંગ સેન્ટરથી કલેક્ટર કચેરી સુધી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં વિશાળ સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા. રેલી સરગમ શોપિંગ સેન્ટરથી નીકળી ત્યારે આ રેલીમાં એટલું જન સમુદાય એકઠું થયું હતું કે રસ્તા પર જાણે જનસૈલાબ હોય. મોટી સંખ્યામાં એકઠા થયેલા જૈન સમાજના લોકોની એકજ માગ છેકે તેમના તીર્થ સ્થાનોને અપવિત્ર કરતા અસામાજીક તત્વોથી તેમના તીર્થ સ્થાનોને સુરક્ષિત કરવામાં આવે અને એક પર્યટન સ્થળ તરીકે જાહેર કરવામાં ન આવે.
રેલીમાં જોડાયેલા નીતિન શાહે જણાવ્યું છેકે, આજે સુરતની અંદર અમારા બન્ને તીર્થો શાસ્વતી તીર્થ પાલીતાણા શેત્રુંજ્ય અને સમેત શીખરની અંદર જે અસામાજીક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તેના વિરોધમાં ભારતભરની રેલીનું આયોજન થયું હતું. તેવી રીતે આજે સુરતમાં વિરોધ સાથે વિરાટ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને અમારા પવિત્ર તીર્થોને પવિત્ર તીર્થ ક્ષેત્ર જાહેર કરી, અસામાજીક તત્વોથી અમારા બન્ને તીર્થોને મુક્ત કરવામાં આવે તેવી માગ સાથે સુરતના તમામ ફીરકાઓના આગેવાનો અને લોકો આ રેલીમાં જોડાયા છે.
રાગીણી શાહે જણાવ્યું છેકે, શિખરજીમાં અમે કોઇને ઘૂસવા નહીં દઇએ. શિખરજી જૈનોના છે. અમારી માગ છેકે યાત્રાધામને અપવિત્ર કરવામાં ન આવે. રિસોર્ટ બનાવવા દેવામાં નહીં આવે.
જૈન સમાજની શું છે માંગ
રોહીશાળા સ્થિ પ્રભુના પ્રાચીન પગલાંને નુકસાન કરનાર અસામાજિક સામે તત્વો આજ દિન સુધી કોઈ કાર્યવાળી થઈ હોય તેવું જણાતું નથી. આ અંગે તાત્કાલીક પગલા ભરવા વિનંતી.
શ્રી શેત્રુંજ્ય ગિરિરાજ ઉપર અમારા ગઢ વિસ્તારમાં થાંભલા અને સીસીટીવી કેમેરામાં તોડોફોડ કરી સમગ્ર જૈન સમાજની આસ્થાના કેન્દ્ર સમા તીર્થણાં ફેલાવવામમાં આવેલી દહેશતના જવાબદાર શખ્સો વિરુદ્ધ સખત કાર્યવાહી.
શ્રી શેત્રુંજ્ય ગિરિરાજની આસપાસના વિસ્તારોમાં ચાલતું ગેરકાયદે ખનન, બાંધકામ, દબાણ તેજ સરકારી સેન્ટ્રલ વિભાગની જમીનોને ગેરકાયદે ખાની નામે ચઢાવવામાં આવી છે. વગેરેમાં સઘન તપાસ કરી જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે.
અસામાજિક તત્વો દ્વારા સ્થાનિક પ્રજામાં ઉશ્કેરણીના માધ્યમથી વૈમનસ્ય અને વર્ગ વિગ્રહ કરવાના પ્રયાસોના કારણે તીર્થમાં ઉદભવી રહેલો અશાંતિનો માહોલ રોકવા અને આવું કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
સમગ્ર જૈન સમાજની આસ્થાના કેન્દ્ર સમા તીર્થ સ્થાનોના આસપાસના વિસ્તારોમાં સ્થાનિક અધિકારીઓની રહેમનજર હેઠળ દારૂના અડ્ડા અને નોનવેજ વેચવા માટે અમુક હદ સુધી સપ્ત પ્રતિબંધનું પાલન કરવામાં આવે.
તળેટી વિસ્તારમાં બાબાના દેરાસર આસપાસ જે કંઇપણ લેન્ડ ગ્રેબિંગ દબાણો જે કોઇપણ વગદાર શખ્સો દ્વારા કરવામાં આવ્યા છે તેમની વિરુદ્ધ પગલા ભરવામાં આવે.