રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 138 સિંહો જ્યારે 123 સિંહબાળના મોત, વન્ય જીવ પ્રેમીઓને આંચકો

admin
1 Min Read

રાજ્યમાં સિંહ અને દીપડા સહિતના વન્યપ્રાણીઓ મોતના આંકડા સામે આવ્યા છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 138 સિંહોના મોત થયા છે. જ્યારે કે 123સિંહબાળના મોત થયા છે.

બે વર્ષ દરમ્યાન 250 દીપડાના અને 90 દીપડાના બચ્ચાના મોત થયા છે. જેમાંથી અકુદરતી રીતે 11 સિંહ જ્યારે 6 સિંહ બાળ અને 79 દીપડા તથા 16 દીપડાના બચ્ચાના મોત થયા છે. આ માહિતી વિધાનસભામાં આપવામાં આવી હતી.

૬૦૧ મૃત્યુમાં ૧૧૨ અકદુરતી મૃત્યુ હોવાનું બહાર આ‌વતા વન્ય જીવ પ્રેમીઓને આંચકો લાગ્યો છે. બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે વિધાનસભા ગૃહમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે વન વિભાગના અધિકારીઓ જો ખેડૂતના ખેતરમાં સિંહનો મૃતદેહ મળે તો મોત કુદરતી છે કે અકુદરતી તે બતાવવા માટે પણ પૈસા માગતા હોય છે. જોકે, વન મંત્રી ગણપત વસાવાએ આ વાતને ખોટી ગણાવી મૃત્યુ કુદરતી છે કે અકુદરતી તે પીએમ રિપોર્ટ પછી જ નક્કી થતું હોવાનો દાવો કર્યો હતો.

Share This Article