સુરતમાં 24 કલાકમાં નોંધાયા 269 પોઝિટિવ કેસ

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. અનલોક 1 બાદ અનલોક 2 લાગુ થઈ ચુક્યુ છે ત્યારે આ દરમિયાન કોરોનાના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.  રાજ્યમાં અમદાવાદ બાદ હવે કોરોનાએ સુરતને બાનમાં લીધું છે.. સુરતમાં હવે જાણે કોરોના આઉટ ઓફ કંટ્રોલ થઈ રહ્યો હોય તેમ રોજેરોજ કેસની સંખ્યા વધી રહી છે. ત્યારે 9 જુલાઈ સાંજથી 10 જુલાઈ સાંજ સુધીમાં સુરતમાં કોરોનાના વધુ 269 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોનાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા 1145  લોકોનો કોવિડ-19નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પૈકી 269 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સુરતમાં આ સાથે જ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 7307 થઈ ગઈ છે. જ્યારે સુરતમાં 24 કલાકમાં 118 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સુરતમાં અત્યાર સુધી 4608 દર્દીઓએ કોરોનાને માત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે સુરતમાં 24 કલાકમાં 4 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધી સુરતમાં 209 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. તો હાલ સુરત જિલ્લામાં 2490 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમને હોસ્પિટલમાં કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે.

Share This Article