દેશના 50 કરોડ કર્મચારીઓને મોદી સરકાર આપશે મોટી રાહત

admin
2 Min Read

દેશમાં કોરોનાનું તાંડવ તેના ચરમ પર છે. તો આ ભયંકર વાયરસનાં કારણે લગાવવામાં આવેલા લૉકડાઉનનાં કારણે અનેક લોકોએ રોજગારથી હાથ ધોવા પડ્યા છે. તો હવે સરકારે મજૂર કાયદાને લઇને સારા સમાચાર આપ્યા છે. મજૂર કાયદામાં ફેરફારને લઈને સરકારની વિરૂદ્ધ બનતી ધારણા અને રાજનૈતિક હુમલાઓને જોતા હવે કેન્દ્ર સરકારે મજૂરોના ન્યૂનતમ વેતન નક્કી કરવા માટે વધુ કડક કાયદો લાવવાની તૈયારી શરૂ કરી છે.

(File Pic)

સરકારે ડ્રાફ્ટ કોડ ઓન વેજ સેન્ટ્રલ રૂલ્સ માટે ગેજેટ નોટિફિકેશન જાહેર કરી દીધું છે. જેનાથી દેશભરમાં 50 કરોડ કર્મચારીઓ-શ્રમિકોને ફાયદો થઈ શકે છે. સરકારે આ ગેજેટ નોટિફિકેશન જાહેર કર્યો છે અને તેમાં દરેક પક્ષોની મંતવ્યો પણ આવ્યા છે જ્યાર બાદ અંતિમ નિયમ-કાયદા તૈયાર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સંસદમાં એક વર્ષ પહલા જ કોડ ઓન વેજીઝ બિલ પસાર થઈ ચુક્યું છે. સરકારનો દાવો છે કે તેમાં ન ફક્ત લોકોની આજીવિકા પરંતુ તેમના વધુ સારા જીવનનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ફોર્મેટ અનુસાર ન્યુનતમ વેતન નક્કી કરવાના અધિકાર કેન્દ્ર અને રાજ્ય સરકારોની પાસે હશે. શ્રમ સુધારાની હેઠળ સરકારે ચાર લેબર કોડ તૈયાર કર્યા છે. જેમાંથી પહેલા ન્યૂનતમ વેતનનો અધિકાર જ છે. કોરોના સંકટની વચ્ચે હાલમાં કોઈ રાજ્ય સરકારોએ શ્રમ કાયદાને ઈન્ડસ્ટ્રીના પક્ષમાં લાવી દીધા છે જેના કારણે ટ્રેડ યુનિયન્સ તેમની આલોચના કરી રહ્યા છે અને કેન્દ્ર સરકારની છબિ પર પણ અસર પડી છે.

Share This Article