રાજ્યની 3 દીવાદાંડીઓ ટુરિસ્ટ હોટસ્પોટ તરીકે વિકસિત કરાશે

admin
1 Min Read

ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તથા તેના દ્વારા સ્થાનિક રોજગારીનો વધારો કરવા ભારત સરકાર દ્વારા પ્રવાસનના ઉદ્દેશ સાથે ગુજરાતમાં આવેલી જુદી જુદી ત્રણ દીવાદાંડીનો પ્રવાસન હેતુ માટે વિકાસ કરવામાં આવશે.

પ્રવાસન ઉદ્યોગને વેગવંતો બનાવવા તેમજ સ્થાનિક રોજગારીમાં વધારો થાય તેવા હેતુસર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાતની 3 સહિત દેશભરની કુલ 194 જેટલી દીવાદાંડીઓને મુખ્ય પર્યટન સ્થળ તરીકે આકર્ષણ તરીકે વિકસિત કરવાની યોજના અંગે વાત કરી હતી. આ અંગે તેઓની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠકનું પણ આયોજન કરાયુ હતું અને દીવાદાંડીના ચાલી રહેલા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

(File Pic)

શિપિંગ મિનિસ્ટ્રીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, ગુજરાતમાં ગોપનાથ, દ્વારકા અને વેરાવળની દીપાદાંડીને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવા માટેની ચર્ચા પણ મંત્રી દ્વારા કરવામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, જે દીવાદાંડી 100 વર્ષ કરતા જૂની છે તેની પણ ઓળખ કરવામાં આવી રહી છે.  આ ઉપરાંત મંત્રી માંડવિયાએ જણાવ્યુ હતું કે, આમ કરવાથી દીવાદાંડીઓ અને આસપાસના વિસ્તારોમાં પર્યટન પ્રવૃત્તિઓને વેગ મળશે તેમજ લોકોને દીવાદાંડીના સમૃદ્ધ ઈતિહાસ વિશે જાણવાની તક મળશે. દીવાદાંડીઓના વિકાસના માસ્ટર પ્લાન મુજબ મ્યુઝિયમ,એક્વેરીયમ તેમજ બાળકો માટે પ્લે એરીયા અને ગાર્ડન જેવા અન્ય મુખ્ય આકર્ષણના કેન્દ્રો પણ હશે.

Share This Article