લો..બોલો… 4200 ગ્રેડ પેની માંગથી નાયબ મુખ્યમંત્રી જ અજાણ !

admin
1 Min Read

રાજ્ય સરકાર સામે વધુ એક આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાના હજારો શિક્ષકો દ્વારા પગાર ગ્રેડ સહિતની માગણીઓને લઇને સરકાર સામે ડિજિટલ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની આગેવાનમાં ચાલી રહેલ આંદોલનમાં રાજ્યમાંથી 65 હજારથી વધુ શિક્ષકો ન્યાયની માંગ કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, ગુજરાતની રુપાણી સરકારના હાલ દાડાપાણી ખરાબ ચાલી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. સરકાર સામે હવે વધુ એક આંદોલનના ભણકારા વાગી રહ્યા છે.

આ આંદોલન બીજા કોઈ નહિ પરંતુ રાજ્ય સરકારના જ સરકારી કર્મચારી કરવા જઈ રહ્યા છે. રાજ્ય સરકારની સરકારી શાળાના શિક્ષકો દ્વારા 4200 પે ગ્રેડની માંગણી સાથેનું આંદોલન એ સોશયલ મીડિયા પર ચાલુ કરવામાં આવ્યું છે.

 

ટ્વિટર, ફેસબુક પર 4200 પે ગ્રેડની માંગ સાથે સરકરી કર્મચારીઓ દ્વારા આ આંદોલન શરુ કરવામાં આવ્યું છે. જોકે, સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જ્યારે આ અંગે પત્રકારોએ પ્રશ્ન કર્યો ત્યારે તેઓ પોતે પ્રાથમિક શિક્ષકોના ગ્રેડ પેની માંગથી જ અજાણ હોવાનુ જણાવ્યુ હતું.

4200નો ગ્રેડ પે ઘટાડાતા ચાલી રહેલ આંદોલનથી નાયબ મુખ્યમંત્રી અજાણ હોવાના નિવેદનથી શિક્ષકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે..જેને લઈ ટ્વિટર પર પણ #4200gujarat ટ્રેન્ડ થઈ રહ્યુ છે.

Share This Article