સાબરકાંઠા-હિંમતનગરમાં આવેલ મેશ્વર સોસાયટીમાં 4.23 લાખની ચોરી

admin
2 Min Read

સાબરકાંઠાના હિંમતનગરના જલારામ મંદિર રોડ પર આવેલ રામેશ્વર સોસાયટીમાં શુક્ર-શનિવારની રાત્રિ દરમિયાન પરિવાર ઘરની ઓસરીમાં સૂઈ રહ્યો હતો. તે દરમિયાન તસ્કરો મકાનની પાછળના ભાગે આવેલ બેડરૂમની બારીની જાળીના સળિયા તોડી ઘરમાં પ્રવેશ કરી રૂ. 92 હજાર રોકડા અને સોના-ચાંદીના દાગીના સહિત ફુલ રૂ.4.23 લાખની ચોરી કરી પલાયન થઈ જતા ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગત તા. 22-04-22 ના રોજ જલારામ મંદિર રોડ પર આવેલ રામેશ્વર સોસાયટીમાં રહેતા સાગરકુમાર નીતિનભાઈ રાઠોડ તેમના માતા-પિતા સાથે ઓસરીમાં અને તેમનો ભાઈ હોલમાં રાત્રે બારેક વાગ્યે સૂઈ ગયા હતા.

સવારે છએક વાગે તેમની માતા ઉઠીને ઘરમાં જતા બેડરૂમની બારી તૂટેલી જોવા મળી હતી અને તિજોરી પણ ખુલ્લી હતી તથા બધો સામાન રફેદફે કરેલો જોવા મળ્યો હતો. તિજોરીમાં તપાસ કરતા રૂ.92હજાર રોકડા, સવા તોલાનો એક સોનાનો દોરો કિં.રૂ. 75 હજાર, સાડા ત્રણ તોલાની સોનાની પહોંચી અને સોનાનો દોરો કિં. રૂ.1.82 લાખ, 8 ગ્રામ સોનાની વીંટી કિં. રૂ. 42હજાર, અડધા તોલાની સોનાની બુટ્ટી કિં. રૂ.26હજાર, ચાંદીની શેરો 6000 મળી કુલ રૂ.4.23 લાખની મતાની ચોરી થયાની ખબર પડી હતી. સાગરકુમાર નીતિનભાઈ રાઠોડની ફરિયાદને આધારે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. શહેરના ભરચક વિસ્તારમાં ચોરી થતાં આજુબાજુની સોસાયટીના લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. તિજોરીમાં તપાસ કરતા રૂ.92હજાર રોકડા, સવા તોલાનો એક સોનાનો દોરો કિં.રૂ. 75 હજાર, સાડા ત્રણ તોલાની સોનાની પહોંચી અને સોનાનો દોરો કિં. રૂ.1.82 લાખ, 8 ગ્રામ સોનાની વીંટી કિં. રૂ. 42હજાર, અડધા તોલાની સોનાની બુટ્ટી કિં. રૂ.26હજાર, ચાંદીની શેરો 6000 ઉઠાવી ગયા

Share This Article