જામનગર- કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યા ધરણા

admin
1 Min Read

જામનગરમાં લાલબંગલા સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ના સમર્થનમાં ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આસામ પોલીસ દ્વારા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની ધરપકડ કરવામાં આવી છે જેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે કોંગ્રેસના કાર્યકર્તાઓએ મૌન ધારણ કરી અને શાંતિપૂર્ણ રીતે ધરણા કર્યા હતા

શહેર પ્રમુખ દિગુભા જાડેજા તેમજ વિરોધ પક્ષના નેતા આનંદ રાઠોડ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ આદરણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ કરેલા ટ્વિટ ના વિરોધમાં આ સરકારે તેમની અટકાયત કરી છે તેનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે જામનગર કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે છે કે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે આજે જોકે તેની જામીન અરજી પર સુનાવણી થાય તેવી શક્યતા છે

Share This Article