વહેલી સવારે ધ્રુજી ઉઠી સૌરાષ્ટ્રની ધરા, 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

admin
1 Min Read

ગુજરાતની ધરા ફરી એકવાર ધ્રુજી ઉઠતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યના સૌરાષ્ટ્ર પંથકના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સૌરાષ્ટ્રની ધરતી સવારે 7.40 મિનીટે ધ્રૂજી ઉઠી હતી. સૌરાષ્ટ્રભરમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ફફડાટના માર્યા ઘરની બહાર આવી ગયા હતા.

(File Pic)

4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી સૌરાષ્ટ્રભરમાં ફફડાટ ફેલાયો છે. રાજકોડ, ગોંડલ, જસદણ, અમરેલી, જુનાગઢ, ઉપલેટા, ધોરાજી સર્વત્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે ભૂકંપને પગલે જાનમાલની નુકસાનીના અહેવાલ હજી સુધી મળ્યા નથી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સીસ્મોલોજી રિસર્ચના મતે ધરતીકંપનું કેન્દ્રબિન્દુ રાજકોટથી 18 કિલોમીટના અંતરે આવેલું ભાયાસર હોવાનું જણાવ્યું છે.

(File Pic)

બીજીબાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રમાં અનુભવાયેલ 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકાની વિગતો મેળવવા માટે રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ આ જિલ્લાઓમાં છેવાડાના ગામો સુધી પણ આ ભૂકંપના આંચકાઓને કારણે જો કોઈ નુકસાન થયું હોય તો તેની ત્વરાએ વિગતો મેળવીને સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની સૂચનાઓ પણ કલેકટરોને આપી હતી. મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી કચ્છ વિસ્તારમાં પણ ધરતીકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. જોકે રાજકોટથી 18 કિલોમીટર અંતરે એપીસેન્ટર પ્રથમ વખત નોંધાયુ છે.

Share This Article