રાજ્યમાં કોરોનાના વધુ 925 પોઝિટિવ કેસ આવ્યા સામે, જાણો ક્યાં નોંધાયા કેટલા કિસ્સા

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના વધુ 925 પોઝિટિવ કેસ નોંધાયા છે. 14 જુલાઈ સાંજથી 15 જુલાઈ સાંજ સુધીમાં વધુ 925 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 44648 થઈ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો ગુજરાતમાં 24 કલાકમાં વધુ 10 દર્દીના કોરોનાથી મોત થયા છે.

(File Pic)

આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2081 થયો છે. જ્યારે 24 કલાકમાં 791 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 31346 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 236 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 173, વડોદરામાં 77 કેસ નોંધાયા છે. જાણો કયા જિલ્લામાં કેટલા કેસ નોધાયા..બલ છે.

 

Share This Article