મહેસાણામાં વધુ ૫ કેસ નોંધાયા, આરોગ્ય તંત્રમાં મચી દોડધામ

admin
1 Min Read

હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસે આંતક મચાવ્યો છે. દેશભરમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આ કોરોના વાયરસની મહામારીનાં પગલે દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. છતાં ગુજરાતમાં ડગલેને પગલે પોઝીટીવ કેસોની સંખ્યા વધતી જાય છે. તેવામાં મહેસાણા જિલ્લામાં કોરોના વાયરસના પોઝીટીવ કેસોની સંખ્યામાં ચિંતાનજક વધારો થઈ રહ્યો છે.

મહેસાણામાં વધુ નવા ૫ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. મહેસાણામાં આવેલા છઠીયારડામાં ૨ કેસ, વિસનગરમાં ૧ કેસ, રંગપુરમાં ૧ કેસ, મોલિપુરમાં ૧ કેસ આમ કુલ ૫ નવા નોંધાયા છે. તમામ લોકોને વડનગર અને મહેસાણા કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. મહેસાણામાં ૫ નવા કેસ નોંધાતા તેમના સંપર્કમાં આવેલા તમામની તપાસ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

Share This Article