જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યાના 18 માસ બાદ 4G શરુ થયું

admin
1 Min Read

જમ્મુ-કાશ્મીરમાં હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી છે. 18 મહિના પછી રાજ્યમાં 4G ઈન્ટરનેટ સર્વિસ ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં પાવર એન્ડ ઈન્ફોર્મેશનના પ્રધાન સચિવ રોહિત કંસલે આ વાતની જાણકારી આપી હતી.

હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા શરૂ થયા બાદ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી કહ્યું કે, 4G મુબારક! ઓગસ્ટ 2019 પછી પહેલી વખત સમગ્ર જમ્મુ કાશ્મીરમાં 4G મોબાઈલ ડેટા સર્વિસ શરૂ કરાઈ છે.

જમ્મુ કાશ્મીરમાં ઓગસ્ટ 2019માં વિશેષ રાજ્યનો દરજ્જો પરત ખેંચવામાં આવ્યા બાદ હાઈસ્પીડ ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, 5 ઓગસ્ટ 2019નાં રોજ રાજ્યને યુનિયન ટેરેટરીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. રાજ્યમાં 2G ઈન્ટરનેટ સર્વિસ 25 જાન્યુઆરી 2020નાં રોજ શરૂ કરાઈ હતી. 16 ઓગસ્ટ 2020નાં રોજ ઉધમપુર અને ગાંદરબલમાં હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવી હતી. અન્ય જિલ્લામાં 2G ઈન્ટરનેટ સેવા જ કાર્યરત હતી. ત્યારે હવે રાજ્યમાં ફરી વખત 4જી ઈન્ટરનેટ સેવા શરુ કરી દેવામાં આવી છે.

Share This Article