અચાનક આ શખ્સ પર પડ્યો અજગરોનો ઢગલો, જુઓ પછી શું થયુ….

admin
1 Min Read

સામાન્ય રીતે આપણાથી દસ ફૂટ દૂર અજગર હોય તો આપણે ચિચિયારીઓ પાડતા હોઇએ છીએ. પરંતુ હાલમાં એક વીડિયો વાયરલ થયો છે તે જોઇને તમે પણ ચિચિયારી કરી મૂકશો.

જી હા અજગરોથી ઘેરાયેલા એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કેલિફોર્નિયાના રેપ્ટાઇલ ઝૂમાં જે વીડિયો શૂટ કરાયો હતો તેમાં પ્રાણીસંગ્રહાલયના સંસ્થાપક જે બ્રેવર અજગરની વચ્ચે બેઠેલા દેખાઇ રહ્યા છે. પરંતુ તેમની હાજરીથી બધા લોકો હેરાન છે.

તમામ આકાર અને રંગોના અજગરોને તેમની ચારેય બાજુ ઘેરાયેલ જોઇ શકાય છે. લોકો વીડિયોમાં જોવા મળી રહેલ અજગરોના ઢગલાને જોઈ પણ ભયભીત થઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જે બ્રેવર નીચેની બાજુએ બેઠા છે અને તેમની ઉપર અજગરોનો ઢગલો જોવા મળી રહ્યો છે. તેઓ કેમેરાને જોઇ વાત કરતા જોવા મળે છે. અજગર તેમની પર પડતા તેઓ પોતે પણ ચીસ પાડે છે. હાલ આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Share This Article