બનાસકાંઠાના ભાભરમાં 7 ઇંચ વરસાદ

admin
1 Min Read

બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સુઇગામ ભાભર સહિત વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકમાં ધોધમાર વરસાદથી સરહદી વિસ્તારમાં લીલા દુષ્કાળની દહેશત સેવાઈ રહી છે. ખેડૂતો ચિંતિત બન્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકથી થરાદ, વાવ, સુઇગામ શહીત ભાભર પંથકમાં વરસાદી માહોલથી ખેડૂતોની કફોડી હાલત થઈ છે. જેમાં ખાસ કરીને બાજરી, જુવાર, મગફળી, કપાસ જેવા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. થરાદ વાવ સુઇગામ પંથકમાં નર્મદા આધારિત ખેડૂતોએ બાજરીનું વાવેતર કરેલ હતું. તે હાલ બાજરી ખેતરોમાં કાપણી કરેલ પડી હોવાથી બાજરી લણણી કરેલ પાક ઉગી નીકળ્યા છે. ત્યારે ચાર માસની મહેનત ખેડૂતોની પાણીમાં ગઈ છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં સતત વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતિત જોવા મળે છે. ખેડૂત માટે અત્યારે તો લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ, સુઇગામ ભાભર સહિતના વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકમાં ધોધમાર વરસી રહ્યો છે.જેના કારણે સરહદી વિસ્તારોમાં લીલા દુકાળ જેવી સ્થિતિ છે. વાવમાં એક ઈંચ, તો સુઈગામમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. આ તરફ ભાભરમાં 24 કલાકમાં 7 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. મોટા ભાગના પાક જે કાપણીના સ્ટેજ પર છે તેમાં મહદઅંશે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.

 

 

 

Share This Article