ભરૂચ: ગણેશ મંડળના 7 યુવાનોને લાગ્યો વીજ કરંટ, બેના મોત

admin
1 Min Read

અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ ગણેશ મંડળના 7 યુવાનોને વીજ કરંટ લાગતા બે યુવાનોના મોત નીપજ્યા છે અને 5 સારવાર હેઠળ છે. નેશનલ હાઇવે 48 ઉપર આદર્શ માર્કેટ નજીક ગણેશ મંડળના 7 યુવાનોને વીજ કરંટ લાગ્યો. બે યુવાનોના મોત અને 5 સારવાર હેઠળ ખેડવામાં આવ્યા છે. ઊંચી પ્રતિમા માટે વાંસથી વિજતાર ઊંચો કરતા કરંટ ઉતરવાથી ઘટના બની છે. તમામ ઇજાગ્રસ્ત ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આગામી થોડા દિવસોમાં જ શરૂ થનાર ગણેશ મહોત્સવને લઈને ભક્તોમાં અત્યારથી જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મહોત્સવનો અનેરો મહિમા છે. દેશભરમાં ગણેશ મહોત્સવને ધામધુથી ઉજવવામાં આવે છે. અને લોકો અલગ અલગ ગણેશજીના અવતારની મૂર્તિઓ લઈને 10 દિવસ સુધી પૂજા અર્ચના કરે છે.

Share This Article