સુરતથી અમરેલીમાં 7461 લોકો આવ્યા

admin
1 Min Read

અમરેલીમાં સરકારની મંજૂરી મળતા અમદાવાદ, સુરતથી અમરેલી પોતાના વતનમાં આવવા લોકોનો ઘસારો વધ્યો છે. મહત્વનુ છે કે, ચાવન્ડ ચેક પોસ્ટ અને ભોરિંગડા અને કોટડાપીઠા ચેક નાકા પર  વાહનોનાં ખડકલા લાગ્યા હતા. તેમજ અમરેલી વહીવટી તંત્ર દ્વારા બહારથી આવતા તમામ મુસાફરોનું સ્કેનિંગ તેમજ ચેકીંગ કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ બહારથી આવતા તમામ લોકોને આરોગ્ય વિભાગનીં ચકાસણી બાદ હોમ કોરોન્ટાઇન કરવામાં આયા હતા.

ચોવીસ કલાકમાં 7461 લોકો સુરતથી અમરેલીમાં આવ્યા છે. ત્યારે તમામ લોકોને હોમ કોરનટાઇન કરવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે અમરેલીના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કોરોન્ટાઇન સુવિધાઓમાં ભારે અગવડતા જોવા મળી હતી. ત્યારે લીપ સંઘાણી અને વિરજી ઠુમ્મર સહિતના નેતાઓએ તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો. ત્યારે ચેક પોસ્ટ પર મુસાફરોનો ઘસારો વધતા સ્કેનિંગ ચેકીંગની પ્રક્રિયામાં પણ વિલંબ થયું હતું.

Share This Article