જામનગર જિલ્લાની સરહદો સીલ કરવામાં આવી

admin
1 Min Read

કોરોના મહામારીને પગલે જામનગર જિલ્લાની સરહદો સીલ કરવામાં આવી હતી. મહત્વનુ છે કે, જામનગરમાં કોરોના પોઝિટિવના કેસમાં એકાએક વધારો થતાં જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી કોરોના સંક્રમણ નાથવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.  ખાસ કરીને જામનગર જિલ્લાના પ્રવેશદ્વાર એટલે કે જે ચેક પોસ્ટ છે તે તમામ ચેકપોસ્ટ પર કડક પહેરો ગોઠવવામાં આવ્યો છે અને અન્ય જિલ્લામાંથી આવતા લોકોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

તેવામાં ધ્રોલ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.  ખાસ કરીને રાજકોટ અને અમદાવાદ જિલ્લામાંથી જામનગરમાં મોટા પ્રમાણમાં લોકો ગેરકાયદેસર પ્રવેશી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લાની સરહદો સીલ કરવામાં આવી છે.  બીજા જિલ્લામાંથી એક પણ વ્યક્તિ જામનગરમાં ન પ્રવેશે તે માટે તમામ ચેકપોસ્ટો હાલ સીલ કરવામાં આવી છે. ધ્રોલ ચેકપોસ્ટ પર મેડિકલ સ્ટાફ પણ તૈનાત કરવામાં આવી છે. અહીં બહારથી આવતા લોકોનું મેડીકલ પરીક્ષણ કરવામાં આવે છે.

 

Share This Article