ધોરાજીમાં ખેડૂતોની મુશ્કેલીમાં થયો વધારો , લોકડાઉનમાં પપૈયાનાં પાકને થયું નુકસાન

admin
1 Min Read

પહેલા કમોસમી વરસાદ આવવાને કારણે  પાકને નુકસાન થયું ત્યારબાદ કોરોના વાયરસને પગલે લોકડાઉનની સ્થિતિમાં પાક તૈયાર થઇ ગયો છે. પરંતુ થોડા દિવસો પહેલા માવઠું પડવાને કારણે પાકને નુકસાન થયું હતું. તેવામાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાથી ૨૨ કિલોમીટર દૂર આવેલા છત્રાસા ગામે ખેડૂત દ્વારા 10 વીઘામાં પપૈયાના પાકનું વાવેતર કરવામાં આવે છે. આ પાક એક વર્ષમાં તૈયાર થાય છે, ત્યારે ખેડૂતોનો પાક તૈયાર છે પણ વેચાતો નથી.

હાલ ટુટીફુટીના કારખાનાઓ અને ફરસાણની દુકાનો પણ બંધ છે, તેવામાં કોઈ વેપારીઓ ખેડૂતનો આ પાક લેવા માટે તૈયાર નથી. તેમજ ખેડૂતો બહાર વેચવા જાય છે તો તેની પાસેથી પાકની પડતર કિંમત કરતાં પણ ઓછા ભાવે માંગે છે.

મહત્વનું છે કે, પપૈયાંના પાકમાં વિધે ૨૫,૦૦૦નો ખર્ચ થાય છે, આમ ૧૦-વિધે ૨,૫૦,૦૦૦ નો ખર્ચ થાય છે, આમ મજૂરી ગણતા ૩,૦૦,૦૦૦ નો ખર્ચો થાય છે.

Share This Article