વાહન ચેકીંગ દરમિયાન વ્યક્તિને અટકાવી પોલીસે માર્યો માર, CCTV ફૂટેજ આવ્યા સામે

admin
1 Min Read

પડધરી તાલુકામાં લોકડાઉન3.0 દરમિયાનમાં છૂટ આપવામાં આવી છે.  એવામાં પડધરી તાલુકાનાં ત્રણ પોલીસના જવાનોની દાદાગીરી જોવા મળી. ઘરેથી ખેતરએ ખેતી કામ કરવા માટે બપોરે નીકળેલા મેશભાઈ નાથાભાઈ વાઢેરની મોટર સાઈકલ રોકીને મોટર સાયકલના કાગળ માગયા હતાં પણ મોટર સાઈકલના કાગળીયા ધરે રહી ગયા છે એવું કહેતા પોલીસના જવાનો જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા અને મેશભાઈ નાથાભાઈ વાઢેરને માર મારવા લાગ્યા હતાં.

આ ઘટનાની જાણ થતા તેમની પુત્રીએ 3 પોલીસ કર્મચારી વિરુધ્ધ પડધરી કોર્ટમાં ફરીયાદ કરી છે. પુત્રીએ વધુ જણાવતા કહ્યું કે મારા પિતાને હજી પણ આરોપીઓએ તેમના કબજામાં રાખ્યા છે અને વધુ માર મારે તેમ છે.  આરોપીઓએ મારા પિતા ઉપર ખોટી રીતે ફરજમાં રૂકાવત તથા અન્ય કેસો કરીને આઈ. પી. સી  કલમ – ૩૩૨, ૩૫૩, ૧૮૬, ૫૦૪, ૫૦૬ ( ૨ ), ૧૪૮, ૨૬૯, ડીઝાસ્ટર મેનેજમેન્ટની કલમ – ૫૧ / ૧ – બી વિગેરેના અંગે ગુન્હો દાખલ કર્યો છે. તેમજ તેમના પિતાને હાર્ડે એટેકની અસર હોવાથી જો તેમને તાત્કાલીક સારવાર નહી મળે તો તેમના જીવને  જોખમ છે. તેમ પણ જણાવ્યુ હતું.

 

Share This Article