રાજ્યમાં 24 કલાકમાં નોંધાયા 965 પોઝિટિવ કેસ

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના વધુ 965 પોઝિટિવ કેસ નોંધાયા છે. 18 જુલાઈ સાંજથી 19 જુલાઈ સાંજ સુધીમાં વધુ 965 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 48481 થઈ છે.

(File Pic)

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો ગુજરાતમાં 24 કલાકમાં વધુ 20 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2147 થયો છે. જ્યારે 24 કલાકમાં 877 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 34882 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

(File Pic)

રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 285 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 212, વડોદરામાં 79 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 49, ગાંધીનગરમાં 30, ભાવનગરમાં 35 કેસ સામે આવ્યા છે. મહેસાણામાં 22, દાહોદમાં 19, ભરુચમાં 18, પંચમહાલમાં 16 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 11412 એક્ટિવ કેસ છે. જેમાં 69 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 11343 સ્ટેબલ છે.

Share This Article