મોટાભાગના લોકો જે ચા પીવાનું પ્રીફર કરતા નથી, તેઓ કોફી પીતા હોય છે. ઉલ્લેખનીય છે કે, કોફી ફક્ત ઊંઘ જ નથી ભગાડતી પણ સાથે સાથે અનેક રોગોથી બચાવે છે. કોફી પીવાથી કેન્સર, અલ્ઝાઇમર્સ ડિસીઝ અને માંસપેશીઓ સંબંધિત રોગો નથી થતા. કોફી પીવાથી ડાયાબિટીઝનું જોખમ પણ ઓછું થાય છે અને હૃદય સંબંધિત રોગો થવાનું જોખમ પણ ઘટે છે. જો કે,વધુ માત્રામાં કોફી પીવાથી પણ શરીરને નુકસાન થઈ શકે છે. જ્યારે તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કોફી પીનારા લોકોમાં લીવર કેન્સર જેવી જીવલેણ બીમારી થવાનું જોખમ ઘટી જાય છે. કોફીમાં રહેલા એન્ટિ-ઓકિસડન્ટ્સ અને કેફીન આરોગ્ય માટે ફાયદાકારક છે. કોફી પીવાથી હૃદયને લગતી બીમારીઓ પણ ઓછી થાય છે. કોરિયન સંશોધકોનું પણ કહેવું છે કે, જે લોકો દિવસમાં ત્રણથી પાંચ કપ કોફી પીતા હોય તેમને હૃદય સંબંધિત રોગો થવાનું જોખમ ઓછું હોય છે. જો કે, જો વધુ માત્રામાં કોફી પીવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થઈ શકે છે. હાઈ કોલેસ્ટેરોલથી પીડાતા લોકોએ કોફીનું ઓછું સેવન કરવું જોઇએ. વધુ કોફી પીવાથી ઊંઘ ન આવવાની સમસ્યા પણ પેદા થઈ શકે છે કારણ કે, તેમાં રહેલું કેફીન મગજને ઉત્તેજિત કરવાનું કામ કરે છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
