ભારતીય પરંપરા અનુસાર જમીન પર બેસીને ભોજન કરવામાં આવે તો એ રીત સુખાસન કે પદ્માસન જેવી જ હોય છે. આ આસન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબ જ લાભદાયક છે. ઉલ્લેખનીય છે કે, જમીન પર બેસીને જમવાના ઘણા ફાયદા છે. કારણકે, જમીન બેસીને ખાવાથી થાળી તરફ ઝૂકવું પડે છે. તેમાં પેટની માંસપેશીઓમાં ખેંચાણ આવે છે. પાચન સિસ્ટમ એક્ટિવ રહે છે. ખાતી વખતે ઝુકવાથી ઓવરઇટિંગ થતુ નથી. જમીન પર બેસવાથી કરોડરજ્જૂના નીચેના ભાગ પર જોર પડે છે. શરીરને આરામ મળે છે. શ્વાસ સામાન્ય રહે છે. માંસપેશીઓમાં ખેંચાણ ઘટે છે. પેટ, પીઠના નીચેના ભાગ અને સીટના ભાગની માંસપેશીઓમાં સતત ખેંચાણ રહે છે આ કારણે દર્દ અને અસહજતાથી છુટકારો મળે છે તેથી જમવાની સાથે વ્યાયામ પણ થાય છે. એક સાથે બેસીને ખાવા દરમિયાન પરિવારમાં એક બીજા સાથે નિકટતા વધે છે. લોકો એક બીજાને સારી રીતે સમજે છે અને મદદ કરે છે. પદ્માસનમાં બેસીને ખાવાથી માનસિક તણાવ દૂર થાય છે અને જઠરાગ્નિ મજબૂત થાય છે. આ ઉપરાંત પલાઠી વાળીને બેસવાથી નાડીઓ પર દબાણ ઘટે છે, તેથી બ્લડ સપ્લાય સારું થાય છે. ભોજન પચાવવા માટે પેટને ભરપૂર બ્લડ સપ્લાય મળે છે. તેથી હાર્ટને ઓછી મહેનત કરવી પડે છે. ઘૂંટણ સ્વસ્થ રહે છે અને સાંધાનો દુખાવો થતો નથી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
