દુનિયાભરમાં આજે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઘણી ઝડપથી વધી રહી છે. જેમાં ભારત બીજા નંબરે છે. ફાસ્ટ લાઈફમાં લોકો સૌથી વધારે કોઈ બીમારીથી પીડાય છે તો તે છે ડાયબિટીસ. ઉલ્લેખનીય છે કે, એકવાર ડાયાબિટીસ થાય એટલે તેના માટે અનેક પરેજી પાળવી પડે છે સમયસર દવાઓ લેવી પડે છે, તેમ છતાં ઘણાં લોકોને ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતો નથી. ડાયાબિટીસનાં દર્દીઓએ બ્લડ શુગર પર નિયંત્રણ રાખવું બહું જરૂરી છે. ડાયાબિટીસના પેશન્ટે સૌથી વધુ ધ્યાન તેમના કોલેસ્ટ્રોલ લેવલ પર આપવું. હાર્ટના પેશન્ટે પણ કોલેસ્ટ્રોલ લેવલ પર ધ્યાન આપવું જરૂરી છે. જોકે, કારેલાંના બીજનો પાઉડર ડાયાબિટીસમાં ઘણો લાભદાયી છે. તેના માટે કારેલાંના બીજ કાઢીને તેને સૂકવી તેનો પાઉડર તૈયાર કરી શકાય છે. અડધી ચમચી જાંબુના ઠળિયાનો પાઉડર અને અડધી ચમચી કારેલાંનો પાઉડર અને અડધી ચમચી કડવા લીમડાની લીંબોડીનું પાઉડર મિક્સ કરીને લેવાથી ઘણું સારું રિઝલ્ટ મેળવી શકાય છે. આ સિવાય ડાયાબિટીસના દર્દીઓએ મેથી દાણા , આમળા, ત્રિફળા જેવી વસ્તુઓનું પણ સેવન કરવું. ડાયાબિટીસમાં મિસરી, મધ, ગોળ વગેરે સીમિત માત્રામાં લઈ શકો છો. ખાંડ ખાવી નહીં.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
