ઘણી વાર ઉંમર વધવાની સાથે ભૂલવાની બીમારી થઇ જતી હોય છે. ઉલ્લેખનીય છે કે, કાંગડા ચામાંથી બનેલી ટી વાઇનથી આ યાદશક્તિને મજબૂત બનાવવું શક્ય બન્યું છે. ટી વાઇન બનાવવામાં લગભગ એક વર્ષનો સમય લાગે છે. કાંગડા ચાને પહેલાં હળવા તાપમાને ઉકાળવામાં આવે છે અને ત્યારબાદ તેમાં યીસ્ટ ભેળવવામાં આવે છે. આ દરમિયાન ચામાં આલ્કોહોલની માત્રા બને છે. ત્યારબાદ તેને નિર્ધારિત કરીને મીઠાશને નિયંત્રિત કરાય છે. ત્યારબાદ તેને એક વર્ષ સુધી રાખવામાં આવે છે. આ સમયગાળામાં ટી વાઇનમાં ખુશબૂ તૈયાર થાય છે અને તેનો ઉપયોગ પણ કરાય છે. મહત્વનું છે કે, એક દિવસમાં 120 મિલિલિટર ટી વાઇનનું સેવન કરવામાં આવે છે. ટી વાઇન હાર્ટએટેકને રોકવામાં પણ મદદરૂપ છે. શુગરથી પીડાતા લોકો તેનો પ્રયોગ કરી શકે છે, સાથે-સાથે ઠંડીથી બચવા પણ ટી વાઇન મદદરૂપ સાબિત થાય છે. જે લોકોને ભૂલવાની બીમારી છે તેમના માટે આ અક્સીર ઉપાય છે. ટી વાઇનની અમેરિકામાં ખાસ્સી માંગ છે. મળતી માહિતી અનુસાર, હિમાચલ પ્રદેશમાં કાંગડા ચાનું ઉત્પાદન કાંગડા, મંડી અને ચંબા જિલ્લાના કેટલાક ભાગમાં થાય છે. સૌથી વધુ કાંગડા ચા ધર્મશાળા, પાલમપુર અને બૈજનાથમાં થાય છે. આઇએચબીટી પાલમપુરે કાંગડા ચાને પ્રમોટ કરવા માટે વેલ્યૂ એડિશન બાદ વિવિધ પ્રકારનાં ઉત્પાદન તૈયાર કર્યાં છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
