ડીસામાં આવેલી સુગરમિલમાં દરોડા

admin
1 Min Read

બનાસકાંઠાના ડીસામાં આવેલી સુગરમિલમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદના પગલે ફૂડ વિભાગે દરોડા પાડયા હતા. જેમાં શંકાસ્પદ અખાદ્ય સાકરીયાના  સેમ્પલ લઇ 700  કિલો જથ્થો ફૂડ વિભાગ સિઝ કર્યો છે. મહત્વનું છે કે, બનાસકાંઠાના ડીસામાં આવેલી જીઆઇડીસીમાં સાકરીયા અને હારડા બનાવતી મિલોમાં ભેળસેળ થતી હોવાની વારંવાર ફરિયાદો ઉઠવા પામી હતી. જેને પગલે આજે પાલનપુર ફૂડ વિભાગની ટીમે ડીસા જીઆઇડીસીમાં આવેલી અંબિકા સુગર મિલમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ તપાસ કરતા કરતા સુગર મિલમાં શંકાસ્પદ અખાદ્ય સાકરીયાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી અધિકારીઓએ સાકરીયાના સેમ્પલ લઇ લેબમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે. જ્યારે ૭૦૦ કિલો અખાદ્ય સાકરીયાનો જથ્થો સીઝ કર્યો છે. ફૂડ વિભાગની કડક કાર્યવાહીથી અન્ય ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

Share This Article