કેશોદમાં શિયાળાની સવારનો મનમોહક નજારો

admin
1 Min Read

સવાર ચોમાસાની હોય, ઉનાળાની હોય કે શિયાળાની હોય તે આહલાદક જ હોય છે. પરંતુ શિયાળાની સવારમાં સુંદર સવારનો નજારો કેશોદના ગગનમંડળમાં જોવા મળ્યો હતો. પ્રભાતે સુરજદાદાના પ્રથમ કેસરી કીરણો વચ્ચે આહલાદક નજારો જોવા મળ્યો હતો.
શિયાળાની ઋતુની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે છતા વાતાવરણ બદલાવ જોવા મળી રહ્યો છે.ત્યારે શિયાળાની ઋતુનો વહેલી સવારે આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. સુર્યના કોમળ કિરણો જ્યારે ધરતી ઉપર પથરાય છે ત્યારે પ્રકૃતિ જાણે આનંદ વિભોર બની જાય છે. આકાશ સોનેરી રંગે રંગાઈ જાય છે. આવુ જ દ્રશ્ય જુનાગઢના કેશોદમાં જોવા મળ્યું હતું. જ્યાં  ઉગતા સુર્યની આજુબાજુ પક્ષીઓ આવન જાવન કરતા જોવા મળ્યા હતા. શિયાળાની વહેલી સવારની નયનરમ્યતા શીતળતા સાથે પક્ષીઓ અદભુત નજારાનો આનંદ માણતા હોય તેવું અદ્ભૂત દ્રશ્ય જોવા મળ્યુ હતું.

Share This Article