કેન્સર અને સ્ટ્રોક વચ્ચેનો સંબંધ

admin
1 Min Read

અમેરિકામાં પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ અમેરિકાની વસ્તીના લગભગ 28% લોકોમાં કેન્સરના કેસો, તેમના જીવિત બચવાની શક્યતા, સારવાર, ઉંમર અને રોગના વર્ષ વિશે તમામ માહિતી મેળવી રિસર્ચ કર્યું. જેમાં જાણવા મળ્યું કે, જે લોકોને કેન્સર છે અથવા કેન્સરની સારવાર બાદ જીવિત છે તેમનાં સ્ટ્રોકથી જીવ જવાનું જોખમ બમણું છે. આ સંશોધન નેચર કમ્યુનિકેશન્સ જર્નલમાં પ્રકાશિત થયું છે. સંશોધકોએ જણાવ્યું હતું કે, SIRના ડેટામાંથી 70 લાખ દર્દીઓની માહિતી એકઠી કરવામાં આવી હતી. તેમાં જીવલેણ કેન્સર સામે લડતા દર્દીઓ મળી આવ્યા હતા. આ કેન્સર પેશીની બહાર ફેલાઈ ગયું હતું. સંશોધકોએ જણાવ્યું, જે 70 લાખ કેન્સરના દર્દીઓના આંકડાનું તેમણે વિશ્લેષણ કર્યું હતું, તેમાંના 80,000થી વધુ લોકો સ્ટ્રોકથી મૃત્યુ પામ્યા હતા. આમાં, પુરુષ અને સ્ત્રી સમાન રીતે સ્ટ્રોકથી મૃત્યુ પામ્યા હતા. આ અભ્યાસમાં બહાર આવ્યું કે, નાની ઉંમરે કેન્સર થનારા લોકોને જીવલેણ સ્ટ્રોક આવવાનું જોખમ વધારે હોય છે. WHO ના જણાવ્યા અનુસાર, વર્ષ 2018માં કેન્સરને કારણે 90 લાખથી વધુ લોકો તેમજ 50 લાખથી વધુ લોકો સ્ટ્રોકને કારણે મૃત્યુ પામ્યા હતા.

Share This Article