પુરૂષો કરતાં મહિલાઓમાં 20 ટકા વધુ આર્થરાઈટીસના કિસ્સા બની રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આર્થરાઈટીસની સમસ્યા ખાસ કરીને એક્સિડન્ટ, મેદસ્વિતા, વધુ પડતી નબળાઇ અથવા તો ઉંમર વધવાના કારણે થાય છે. મહિલાઓનું વજન પુરુષોની તુલનાએ વધુ હોય છે અને ખરાબ ખાણી-પીણીના કારણે આ બીમારી વધુ થઇ રહી છે.હરિયાણાના 50 ટકા લોકો સાંધાના દુખાવાથી પીડાઇ રહ્યા છે, તેમાંથી 20 ટકા લોકો એવા છે, જેમને ઘૂંટણ-કોણી સહિત સાંધાનો દુખાવો થઇ રહ્યો છે. આ બીમારીથી 10 ટકા પુરુષ અને 20 ટકા મહિલાઓનાં હાડકાં સમય કરતાં પહેલાં ખરાબ થવા લાગ્યાં છે. ડોક્ટરોનું કહેવું છે કે અનિયમિત દિનચર્યા અને પૌષ્ટિક આહારના ઓછા સેવનના કારણે લોકો આ બીમારીથી પીડાઇ રહ્યા છે. તેનાથી સાંધા જકડાઇ જવા, સોજો આવવો, ચાલવા-ફરવામાં કે ઊઠવા-બેસવામાં પરેશાની થવી જેવી તકલીફો થાય છે. સાંધાના દુખાવામાં પૌષ્ટિક આહારનું સેવન, હળવો તડકો, હળવી માલિશ અને કસરત આવશ્યક છે. નિષ્ણાતો કહે છે કે આર્થરાઈટીસના ત્રણ પ્રકાર છે- માઇલ્ડ, મોડરેટ અને સિવિયર. માઈલ્ડ આર્થરાઈટીસમાં દર્દીને પેઇન કિલર ગોળી સાથે વ્યાયામ કરાવવાની અને હાડકાં વચ્ચે રહેલા ફર્ટિલેજને સુધારવાની દવા અપાય છે. મોર્ડરેટ આર્થરાઈટીસમાં હાઇલુરોનિક એસિડ ઇન્જેક્શન આપવામાં આવે છે. સિવિયરમાં વ્યક્તિની ઉંમર લગભગ 45 વર્ષથી વધુ હોય અને વધુ પરેશાની થાય ત્યારે ઓપરેશન કરવામાં આવે છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
