સિહોરના પૌરાણિક બ્રહ્મકુંડ ખાતે દીપમાલા કાર્યક્રમ યોજાયો

admin
1 Min Read

સિહોરના 800 વર્ષ પૌરાણિક અને ઐતિહાસિક તરીકે ઓળખાતું પવિત્ર સ્થાન ગણાતું બ્રહ્મકુંડનો ખૂબ જુનો ઇતિહાસ રહ્યો છે. આ ઇતિહાસને જીવિત રાખવા અને આ કુંડની માવજત પુરાતત્ત્વની છે. પરંતુ આ બ્રહ્મકુંડની હાલમાં અશોક ભાઈ અને અનિલભાઈ મહેતા સહિતના સેવાભાવીઓ ઉઠાવી રહ્યા છે. ત્યારે બ્રહ્મકુંડ ખાતે દીપમાળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.   ભાવનગરના રાજપરિવારો, શહેરીજનો, સ્થાનિકો, આગેવાનો, રાજકીય આગેવાનો, પદાધિકારીઓ, મહાનુભાવોની ઉપસ્થિતમાં દર મહિનાના અમાસના દિવસે બ્રહ્મકુંડ ખાતે દીપમાલા કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે ગત સમી સાંજે સિહોર પ્રાંત અધિકારી ગોકલાની સાહેબ, સિહોર પોલીસ ઇન્સપેક્ટર કે.ડી.ગોહિલ, પોલીસ સબ ઇન્સપેક્ટર જે.બી.પરમાર,  અર્બન હેલ્થના ડો.વિજયભાઈ કામળિયા, પત્રકાર હરીશ ભાઈ પવાર, જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ ડો.ભરતભાઈ, મધુરભાઈ લાલાની,. હિરેનભાઈ દવે તેમજ ધાર્મિક સેવાઓ સાથે જોડાયેલા પલબેન મહેતા, મધુબેન મહેતા સહિત આ દીપમાલા કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article