થલાઈવી માટે ભરતનાટ્યમ શીખી રહી છે કંગના

admin
1 Min Read

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની આગામી ફિલ્મ ‘થલાઈવી’ હાલમાં ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં કંગના તમિલનાડુની દિંગવત પૂર્વ સીએમ જયલલિતાની ભૂમિકા નિભાવતી જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મમાં અભિનેત્રીનો પહેલો લુક સામે આવ્યો હતો. કંગના તેની આગામી ફિલ્મ થલાઈવીની તૈયારી કરી રહી છે અને અભિનેત્રી તેની ભૂમિકા માટે સખત મહેનત કરતી જોવા મળી રહી છે.પ્રોસ્થેટિક્સથી માંડીને નૃત્યની પ્રેક્ટિસ સુધી કંગના તમામ કામ સંપૂર્ણ રીતે કરવાની તૈયારી કરી રહી છે.

https://www.instagram.com/p/B5USezDFaHv/?utm_source=ig_web_button_share_sheet

આનો પુરાવો અભિનેત્રીની બહેન રંગોલીએ તેના સોશ્યલ એકાઉન્ટમાંથી આપ્યો છે.રગોલીએ હાલમાં કંગનાનો એક ડાન્સ વિડિયો શેર કર્યો છે. જેમાં અભિનેત્રી થલાઈવી માટે ભરતનાટ્યમનો અભ્યાસ કરતી નજરે પડી રહી છે.ભરતનાટ્યમાં અભિનેત્રીના એક્સપ્રેશન્સ ખુબ જ સુંદર છે. વિડિયોમાં કંગના સિમ્પલ સફેદ કપડામાં નજરે પડી રહી છે. હાલના તબક્કે કંગના રનૌત બોલીવુડની પ્રતિભાશાળી અને મહેનતુ અભિનેત્રી સાબિત થઇ છે.કંગનાએ તેનું સ્થાન મજબૂત કર્યું છે.  બોલીવુડ હવે તેની અવગણના કરી શકે તેમ નથી.

 

 

 

Share This Article