જાણો લાકડાના કોલસાનું મહત્વ

admin
1 Min Read

સામાન્ય રીતે લાકડાના કોલસાનો ઉપયોગ બાર્બેક્યૂમાં થાય છે. આ લાકડાના કોલસાને એક્ટીવેટેડ ચારકોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ખાસ કરીને એક્ટિવેટેડ ચારકોલ ઘણા સ્કીન પ્રોબ્લેમ્સને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. એક્ટીવેટેડ ચારકોલને નેચરલ બ્યુટી ટ્રીટમેન્ટ તરીકે હજારો વર્ષોથી વાપરવામાં આવે છે. નોંધનીય છે કે દરરોજ આ ચારકોલનો સ્કીન પર ઉપયોગ કરવો હાનિકારક સાબિત થાય છે. એક્ટિવેટેલ ચારકોલ સ્કીનમાંથી અશુદ્ધિઓ ખેંચી લે છે. હવાના પ્રદુષણથી સ્કીનને બચાવવા માટે ચારકોલ ઘણું ફાયદાકારક છે.

ચારકોલ સ્કીન પર લગાવવાથી ત્વચાના છિદ્રોમાંથી અશુદ્ધિઓ દૂર થાય છે તેમજ ઓઈલી સ્કીનમાંથી રાહત મેળવવામાં મદદરૂપ સાબિત થાય છે.આ ઉપરાંત ઘા પર ચારકોલ લગાવવાથી રાહત મળે છે. આ ઉપરાંત એક્ટિવેટેડ ચારકોલની કેપસૂલ અથવા એક ટેબલ સ્પૂન એક્ટિવેટેડ ચારકોલને રેગ્યૂલર શેંપૂમાં એડ કરીને સ્કેલ્પમાં લગાવવાથી વાળમાં રહેલા ડેન્ડ્રફની સમસ્યા દુર કરી શકાય છે. જોકે,  આછા ભૂખરા રંગના વાળમાં ચારકોલ લગાવતી વખતે ખાસ ધ્યાન રાખીને ચારકોલનો કાળો રંગ કાઢવો આવશ્યક છે. આવી રીતે જો ચારકોલના શેમ્પુથી માથું ધોવામાં આવે તો થોડા જ અઠવાડિયામાં જ વાળમાં ફર્ક નજરે પડશે.

Share This Article